વકફ બોર્ડ અંગે ની માહિતી
અલ્પસંખ્યક અધિકાર મંચ, ગુજરાત
વકફ બોર્ડ એ સરકારની એક એવી કચેરી છે કે જ્યાંથી સમગ્ર રાજ્યના તમામ વકફ ટ્રસ્ટો એટલે કે મસ્જીદ, મદ્રેસા, દરગાહ, કબ્રસ્તાન વિગેરેનું સંચાલન કરવામાં આવે છે. એટલે વકફ ટ્રસ્ટની નવી નોંધણી અને દરેક પ્રકારના ફેરફાર વિગેરે મંજુર કરવાની સત્તા વકફ બોર્ડના અધ્યક્ષ પાસે હોય છે. વકફ બોર્ડના કારોબારી બોર્ડના સભ્યોની કામ કરવાની સમય મર્યાદા પાંચ વર્ષની હોય છે. દર પાંચ વર્ષે નવા સભ્યો નિયુક્ત કરવાના હોય છે. આ નવા સભ્યો ચૂંટણી કરીને નીમવા જોઈએ પણ ચૂંટણી કરવું શક્ય ન હોય તો રાજ્ય સરકાર ધારે તે મુસ્લિમોને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કારોબારી સભ્યો તરીકે નિયુક્ત કરી શકે છે.
ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કારોબારી બોર્ડની સમય મર્યાદા ૨૦-૨-૨૦૧૬ ના દિવસે પૂરી થઇ ગયેલ છે. જેના લીધે વકફની દરેક પ્રકારની કામગીરી કરવામાં તકલીફો પડે છે. વકફ બોર્ડના સભ્યોની નિમણુક કરવા રાજ્ય સરકારને વારંવાર રજુઆતો અને નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ ૧૬-૬-૨૦૧૭ ના રોજ વકફ બોર્ડના નવા સભ્યો તારીખ ૩૧-૧૦-૨૦૧૭ સુધી નિયુક્ત કરવા રાજ્ય સરકારને હુકમ કરેલ છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આજદીન સુધી વકફ બોર્ડની ચૂંટણી અથવા નવા સભ્યોની જાહેરાત કરવામાં આવેલ નથી. અને રાજ્ય સરકાર દ્વારા બદઇરાદાપૂર્વક રીતે મુસ્લિમ સમાજ અને વકફ્ને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુકશાન અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમનો અનાદર કરેલ છે.
વકફ બોર્ડ એક એવી કચેરી છે કે જ્યાંથી મુસ્લિમ સમાજના, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસના ઘણા કામો થઇ શકે છે. સમગ્ર દેશમાં વકફની વિશાળ મિલકતો છે. જો આયોજનબદ્ધ રીતે વકફ્નું વિકાસના કામો કરવામાં આવે તો પ્રત્યેક તાલુકામાં વકફની હોસ્પિટલો અને શાળાઓ સારામાં સારી રીતે ચાલી શકે છે, લોકોને રોજગાર આપવાની સારી એવી કામગીરી થઇ શકે છે, વકફની ખિદમત કરતા મોલાના અને મોઅઝ્ઝીન સાહેબોના પગાર ધોરણોમાં વધારો થઇ શકે છે, વકફની આવક માંથી લોકોને વગર વ્યાજની લોન આપવાની કામગીરી થઇ શકે છે. પણ આ બધું ત્યારેજ થઇ શકે છે જયારે વકફ બોર્ડની બોડીના સભ્યો બિનરાજકીય હોય અને ચૂંટણીની પ્રક્રિયા થી નિયુક્ત થયા હોય.
• કેમ રાજ્ય સરકાર કાયમ પોતાનીં મનમાની મુજબ પોતાના લોકોને જ વકફ બોર્ડના સભ્યો બનાવે છે?
• વકફ બોર્ડની નવી બોડી માટે સરકાર દ્વારા કોઈ ચૂંટણી કેમ કરવામાં નથી આવતી?
• શું રાજ્ય સરકાર પાસે એવા લોકો નથી જે વકફની જવાબદારીઓ સંભાળી શકે?
• જે સરકાર એક બોર્ડના સભ્યો ન નિમી શકતી હોય તે સરકાર રાજ્ય કેવી રીતે ચલાવતી હશે?
• ગુજરાત સરકારનું ગુજરાતના મુસ્લિમો સાથે આવું ઓરમાયું વર્તન કેમ?
• વકફ બોર્ડની કચેરીને આજદિન સુધી એકપણ પૈસાની ગ્રાન્ટ નહિ આપી સરકાર શું સાબિત કરવા માંગે છે?
આવી તમામ બાબતો અને વકફના રક્ષણ અને વિકાસ માટે અલ્પસંખ્યક અધિકાર મંચ સાથે જોડાઈ પોતાના વિસ્તારોમાં વકફની ખિદમતના કામમાં ભાગીદાર બનો. વકફનું રક્ષણ કરવું એ દરેક મુસ્લિમ ભાઈઓની વ્યક્તિગત જવાબદારી છે.
ભારતીય નાગરિક હોવાને નાતે પ્રાપ્ત બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી બંધારણીય પ્રક્રિયા અને કાયદાકીય જોગવાઈઓ મુજબ વકફ માટે અવાજ ઉઠાવો, રાજ્ય સરકાર પાસે જવાબ માંગો કે રાજ્ય સરકારનું મુસ્લિમો સાથે આવી વેર-ઝેરની ભાવનાઓ વાળું વર્તન કેમ છે?
શું રાજ્ય સરકાર સીધી રીતે અમને અમારો હક્ક આપશે કે પછી મુસ્લીઓએ પણ અંદોલનનો રસ્તો ધારણ કરવો પડશે?
વકફ્ને લગતા દરેક પ્રકારના કામકાજ તેમજ નવી નોંધણી વિગેરે કરાવવા અને વકફની ખિદમતના કામોમાં ભાગીદાર બનવા અલ્પસંખ્યક અધિકાર મંચ સાથે જોડાઈ વકફની, રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવા ભાગીદાર બનો.

નવી નોધણી
ReplyDeleteગુડં વકં વકફ બોટ
ReplyDeleteWe did USD g thx ft USD hugs DC vbgguu8gggg
ReplyDeleteવકફ બોર્ડ માહિતી અધિકાર ના દાયરામાં આવે છે કે નહીં???
ReplyDelete