ગુન્હો બન્યા પછી કરવામાં આવતી તબક્કાવાર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અને તેની સમજણ

FIR એટલે શું?:- FIR એટલે પ્રથમ બાતમી અહેવાલ કહેવાય. ગુનો બન્યો હોય તેની પ્રાથમિક માહિતી કોઈપણ વ્યક્તિ પોલીસને આપી શકે છે.
ગુનો બને ત્યારે આપણે શું કરવું જોઈએ?
• કોઈપણ જગ્યાએ ગુન્હો બને એટલે તરત પોલીસ ને જાણ કરવી જોઈએ.
• ત્યારબાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવી જોઈએ.
ફરિયાદ કોણ નોંધાવી શકે?
• જે વ્યક્તિ વિરુદ્ધ ગુનો આચરવામાં આવ્યો હોય તે વ્યક્તિ પોતે ફરિયાદ નોંધાવે તો ફરિયાદ વધારે મજબૂત બને છે.
• અસરગ્રસ્ત/ ઈજા પામનાર વ્યક્તિ અથવા મૃત્યુ પામનાર વ્યક્તિના સંબંધી.
• ગુન્હાની જગ્યાએ બનાવના સ્થળે હાજર કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે.
પોલીસ ફરિયાદ કઈ રીતે રીતે નોંધાવી શકાય?
1. ૧૦૦ નંબર ઉપર ફોન કરીને પણ ફરિયાદ આપી શકાય છે.
2. સીધા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી શકાય.
3. જો પોલીસ ફરિયાદ ન લે તો (DSP) એટલે કે જિલ્લા પોલીસ વડાને રજીસ્ટર એ.ડી. અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ફરિયાદ મોકલી શકાય છે.
4. સીધા કોર્ટમાં વકીલ મારફતે અથવા જાતે પણ ફરિયાદ નોંધાવી શકાય (ખાનગી ફરિયાદ)
5. ઈલેક્ટ્રોનિક માધ્યમ ( SMS, ઈમેઈલ, શોશિયલ મીડિયા) દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
ફરિયાદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:-
• ગુન્હો કરનારનું નામ અને સરનામું. ( જો જાણતા હોઈએ તો)
• ગુનો કરવાનું ઉદેશ્ય/ કારણ
• ગુન્હો કરનારની ઓળખનું નિશાન જેમ કે દેખાવમાં કેવો હતો, શરીરનો બાંધો, કપડાં કેવા પહેર્યા હતા વિગેરે.
• ગુનામાં ભોગ બનનારને થયેલ શારીરિક ઇજાઓ.મિલકત, ઘરવખરી, અન્ય વસ્તુના નુકશાન ની માહિતી.ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર
• આરોપી દ્વારા કઈ રીતે ગુન્હો કરવામાં આવેલ છે તેનું વિસ્તૃતમાં વર્ણન કરવું.
• ગુન્હો બન્યો ત્યારે તમારી આસ પાસ અન્ય નજરે જોનાર સાક્ષીઓના નામ અને સરનામા તેમજ તેમની અન્ય વિગતો.
યાદ રાખો:-
• ફરિયાદ વાંચી અથવા સાંભળીને તેના ઉપર સહી કરવી.
• ફરિયાદ ની નકલ વિનામુલ્યે ફરિયાદી મેળવવા માટે હક્કદાર છે. અને તેનો અધિકાર પણ છે.
ગુનાના બે પ્રકાર હોય છે.
(૧) કોગ્નિઝેબલ ગુનો- (જાણકારી અને સમજણપૂર્વકનો અથવા ગુનાહિત ગુનો)
પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.
(ર) નોન-કોગ્નિઝેબલ ગુનો- ( બિન સજાપાત્ર ગુનો)
જે ગુનાના આરોપીને પોલીસ કોર્ટની પરવાનગી (વોરંટ) વગર પકડી શકતી નથી તેવા ગુનાને નોન-કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે.
(૧) કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીને લેખીત કે મૌખિક રીતે આપી શકાય છે. મૌખિક ફરિયાદ એ જ વખતે લખીને ફરિયાદીને વાંચી સંભળાવી તેઓની સહી લઈ તેની નકલ ફરિયાદીને વિનામૂલ્યે આપવામાં આવે છે. આવી ફરિયાદ ટપાલ મારફતે પણ મોકલી શકાય છે. આઉટ પોસ્ટમાં પણ આ રીતે ફરિયાદ કરી શકાય છે.
(ર) નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી શકાય છે. જેની નોંધ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ રજિસ્ટરમાં કરવામાં આવે છે. ગુનો નોંધવામાં આવતો નથી. આવી ફરિયાદની તપાસ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ કરવામાં આવે છે.
• દરેક કોગ્નિઝેબલ ગુનાની તપાસની શરૂઆત એફ.આઈ.આર.થી થાય છે.
• ફરિયાદ ખાસ કરી ભોગ બનનાર અથવા બનાવ વખતે ત્યાં હાજર હોય તેની અથવા ભોગ બનનારનાં સગાં, સંબંધી, મિત્ર કે જે બનાવ વિશે જાણતા હોય તેણે કરવી જોઈએ.
• ઘણા કિસ્સામાં બિનવારસી લાશ મળે અને તે ગુનાહિત મૃત્યુ હોવાનું ફલિત થાય અને બનાવ અંગે કોઈ ફરિયાદી હાજર ન મળે તેવા સંજોગોમાં પોલીસ ફરિયાદી બને છે.
• ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ.ને અગર બનાવ સ્થળે હાજર પોલીસ અધિકારીની સમક્ષ કરી શકાય છે.
(બી) તપાસ -
• કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ અધિકારી દ્વારા તે ગુનાની તપાસ તરત કરવામાં આવે છે. બનાવવાળી જગ્યાએ જઈ તેનું પંચનામું કરી શાહેદોનાં નિવેદનો લેવાં અને જરૂરત જણાયે ફોરેન્સિક એક્સપર્ટની મદદ પણ લેવામાં આવે અને આરોપી વિરૂદ્ધ પૂરતો પૂરાવો તપાસ દરમિયાન જણાય પછી તે કામે ઇન્સાફ કરવા ચાર્જશીટ કરી કોર્ટમાં મોકલવામાં આવે છે.
• આવા ગુનાના કામે તપાસ દરમિયાન પૂરતા પૂરાવા ન મળે અથવા આરોપી શોધી શકાય નહીં કે ફરિયાદ ખોટી હોવાનું જણાય, ફરિયાદ દીવાની પ્રકારની જણાય અથવા પોલીસ અધિકાર બહારની જણાય તેવા સંજોગોમાં તપાસ કરનાર અધિકારી તરફથી નીચેની વિગતે જુદી જુદી સમરી માગવામાં આવે છે.
1. વર્ગ અ સમરી-
નજીકના ભવિષ્યમાં આરોપી મળવાની શક્યતા ન હોવાનું જણાય ત્યારે.
2. વર્ગ બી સમરી-
ફરિયાદ ખોટી હોવાનું જણાય ત્યારે.
3. વર્ગ સી સમરી -
હકીકતની ભૂલના કારણે ફરિયાદ થયેલી હોવાનું ફલિત થાય અથવા તપાસના અંતે ફરિયાદની વિગત દીવાની પ્રકારની હોવાનું જણાય ત્યારે.
4. વર્ગ એન.સી. સમરી -
તપાસના અંતે પોલીસ અધિકાર બહારનો ગુનો હોવાનું જણાઇ આવે ત્યારે.
અન્ય જાણવા જેવી વિગતો:-
• ગુનો દાખલ થયા બાદ ૧૪ દિવસ સુધીમાં ગુનાની તપાસ પૂર્ણ કરવાની હોય છે, પરંતુ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ ન થાય તેવા સંજોગોમાં ઉપરી અધિકારીશ્રીની મંજૂરી મેળવી મુદતમાં વધારો કરી તપાસ ચાલુ રાખવામાં આવે છે.
• સી.આર.પી.સી.કલમ-૪૧(ર) હેઠળ પોલીસ વગર વોરંટે પકડવાનો અધિકાર ધરાવે છે. તેવી જ રીતે,
• કોગ્નિઝેબલ ગુના અટકાવવા સી.આર.પી.સી.કલમ, ૧પ૧ હેઠળ વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા છે.
• નામદાર કોર્ટે ઇશ્યુ કરેલ ધરપકડ વોરંટના આધારે પોલીસ તે વ્યક્તિની અટકાયત કરી શકે છે. જે વોરંટ જામીનપાત્ર હોય તો શરતોને આધીન રહી તેવી વ્યક્તિને જામીનમુક્ત થવાનો અધિકાર છે. જ્યારે બિનજામીનલાયક વોરંટ અન્વયે ધરપકડ થયેલી વ્યક્તિને ર૪ કલાકની અંદર વોરંટ ઇશ્યુ કરનાર કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહે છે. તેવી જ રીતે વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને પણ ર૪ કલાકની અંદર જે તે હકૂમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે. તપાસ અર્થે આરોપીની પોલીસ કસ્ટડીમાં વધુ સમય માટે જરૂરત જણાય તેવા સંજોગોમાં કોર્ટની પરવાનગી (રિમાન્ડ) મેળવી શકાય છે.
• ગુનો જામીનલાયક હોય તો પકડાયેલા આરોપીને યોગ્ય જામીન રજૂ કરવાથી જામીન પર મુક્ત કરવામાં આવશે.
• નામદાર કોર્ટે આપેલી સૂચના મૂજબ કોઈ પણ વ્યક્તિને અટક કરવામાં આવે ત્યારે તેને શા માટે પકડવામાં આવી છે તેની જાણ કરી અટક મેમોમાં તેની સહી લેવી અને પકડાયેલ વ્યક્તિનાં સગાં, સંબંધીને તાત્કાલિક ધરપકડ બાબતે જાણ કરવી. પકડાયેલી વ્યક્તિઓના નામ અત્રેના કન્ટ્રોલરૂમે રાખવામાં આવે છે. રિમાન્ડ દરમિયાન દર ૪૮ કલાકે અટકાયતીની ફરજિયાત મેડિકલ તપાસણી તપાસ કરનારે કરાવવી અને રિમાન્ડ દરમિયાન અટકાયતીને કોર્ટની પરવાનગી પછી જ હાથકડી, રસ્સી પહેરાવી, બાંધી શકાય છે.
જડતી-
• સી.આર.પી.સી. ના પ્રકરણ ૭માં જડતી અંગેની સત્તા આપવામાં આવી છે. જડતીની જોગવાઇ કલમ ૯૩થી ૧૦રમાં આપવામાં આવી છે. તે મૂજબ વોરંટથી કે ઠરાવથી જડતી કરી શકાય છે.
• મહીલા આરોપીની અંગ જડતી મહીલા પોલીસ પાસે જ કરાવવી અને આ મહીલા આરોપીનો અધિકાર છે.
મુદ્દામાલ કબજે લેવા અંગે -
• કેટલાક ગુનાઓમાં ગુનાવાળી જગ્યાએથી તેમ જ મિલ્કત વિરૂદ્ધના ગુનામાં ગયેલો મુદ્દામાલ કબજે લેવાની સત્તા પોલીસ ધરાવે છે. કબજે લેવાયેલા મુદ્દામાલની પાવતીમાં નોંધ કરી તેની એક નકલ જેની પાસેથી મુદ્દામાલ કબજે લીધો હોય તેની આપવી.
અરજીની તપાસ-
• અત્રે જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીમાં અરજી શાખા જિલ્લા પોલીસ અધીક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
• અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશન,પોલીસચોકી, આઉટ પોસ્ટમાં અથવા ઉપરી અધિકારીશ્રીને આપી શકે છે.
• અરજીની તપાસ સબબ અરજદારને અસંતોષ હોય તો નાયબ પોલીસ અધિકારીશ્રી અથવા જિલ્લા પોલીસ અધિકારીશ્રીને મળી રજૂઆત કરી શકે છે.
• સામાન્ય રીતે અરજી દિન ૧૪માં પૂર્ણ કરી નાખવાની હોય છે અને તપાસ માટે વધુ સમયની જરૂરીયાત હોય તો ઉપરી અધિકારીની તપાસ કરનારે પરવાનગી લેવાની રહે છે. દરેક પ્રકારની અરજી અરજી શાખા મારફતે તપાસાર્થે મોકલવામાં આવે છે અને તેના આખરી નિકાલની જાણ અરજદારને કરવામાં આવે છે.
કેદીને હાથકડી, બેડી પહેરાવવા બાબત-
• કોઈ પણ કાચા કે પાકા કામના કેદીઓને કોર્ટમાં કે જેલમાં લઈ જતી, લાવતી વખતે કયા સંજોગોમાં કેદીને હાથકડી કે બેડી પહેરાવવી તે અંગેના સ્પષ્ટ નિયમો છે. કોર્ટના સ્પષ્ટ આદેશો સિવાય કેદીને હાથકડી પહેરાવવામાં આવતી નથી. તેમ છતાં જ્યારે પોલીસ અધિકારીને (એસ્કોર્ટ અધિકારીને) જણાય કે કેદી તોફાન કરે કે નાસી જવાનો પ્રયાસ કરે તેવો છે અને કોર્ટથી હાથકડી પહેરાવવા માટેના આદેશો તાત્કાલિક મેળવી શકાય તેમ નથી ત્યારે વિવેકબુદ્ધિ વાપરી હાથકડી પહેરાવી શકે છે અને આવા કિસ્સાઓમાં તેમણે કરેલી કાર્યવાહી અંગે સ્પષ્ટ કારણો નોંધી ન્યાયાધીશની મંજૂરી લેવાની રહેશે.
• આ અંગેનો પરિપત્ર અત્રેના તમામ થાણા અધિકારીને પાઠવવામાં આવ્યો છે અને પરિપત્રમાં જણાવેલી સૂચનાનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે.
ગામના સરપંચની ફરજો -
• ગામમાં દીવાની કે ફોજદારી ગુનો બને તેવા બનાવોની જાણ તરત જ પોલીસ સ્ટેશને કરવી જોઈએ.
• ગામમાં કોઈ વ્યક્તિ અકુદરતી અથવા અકસ્માતથી મૃત્યુ પામે અથવા ગામમાં શબ મળી આવે ત્યારે આઉટ પોસ્ટ અથવા પોલીસચોકી અગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.
• ભુગર્ભમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તેની જાણ પણ પોલીસને કરવી જોઈએ.
• ગામમાં બે કોમો વચ્ચે કોઈ કારણોસર મનદુઃખ થયેલું હોય તો તેની પણ જાણ કરવી જોઈએ.
• ગામમાં અનું.જાતિ/અનું.જન જાતિના લોકો સમાજમાં એકસમાન તક સાથે જીવી શકે તે માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી તેઓ પર અત્યાચાર ન થાય કે તેઓની સાથે આભડછેટ ન રાખવામાં આવે તેની કાળજી રાખવી.
લાંચરુશવત બાબતે ફરિયાદ -
• કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચરુશવતની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરૂદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચરુશવત વિરોધી ખાતાની રચના કરી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે આવેલ છે. જેમાં નાયબ પોલીસ અધિકારીશ્રીની કક્ષા ના તથા પોલીસ ઈન્સપેકટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈપણ ખાતાના કર્મચારી વિરૂદ્ધની લાંચરુશવત સંબંધી ફરિયાદ તેઓની પાસે કરી શકાય છે.
• લાંચરુશવતની ફરિયાદ કોઈ પણ નાયબ પોલીસ અધિકારી અથવા તેનાથી ઉપરના દરજ્જાના અધીક્ષક પાસે પણ થઈ શકે છે.
સંદર્ભ:- http://police.gujarat.gov.in/dgp/default.aspx
Mohamad Sharif Malek
9722770386
Alpsankhyak Adhikar Manch, Gujarat

નોધયેલ ટ્રસ્ટ માં વકફ બોર્ડ આપ્ખુદ જાતે બીજા વધારા ના કારોબારી ઉમેરી શકે???
ReplyDeletePls reply
Delete