વકફ બોર્ડ અંગે ની માહિતી
અલ્પસંખ્યક અધિકાર મંચ, ગુજરાત વકફ બોર્ડ એ સરકારની એક એવી કચેરી છે કે જ્યાંથી સમગ્ર રાજ્યના તમામ વકફ ટ્રસ્ટો એટલે કે મસ્જીદ, મદ્રેસા, દરગાહ, કબ્રસ્તાન વિગેરેનું સંચાલન કરવામાં આવે છે. એટલે વકફ ટ્રસ્ટની નવી નોંધણી અને દરેક પ્રકારના ફેરફાર વિગેરે મંજુર કરવાની સત્તા વકફ બોર્ડના અધ્યક્ષ પાસે હોય છે. વકફ બોર્ડના કારોબારી બોર્ડના સભ્યોની કામ કરવાની સમય મર્યાદા પાંચ વર્ષની હોય છે. દર પાંચ વર્ષે નવા સભ્યો નિયુક્ત કરવાના હોય છે. આ નવા સભ્યો ચૂંટણી કરીને નીમવા જોઈએ પણ ચૂંટણી કરવું શક્ય ન હોય તો રાજ્ય સરકાર ધારે તે મુસ્લિમોને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કારોબારી સભ્યો તરીકે નિયુક્ત કરી શકે છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કારોબારી બોર્ડની સમય મર્યાદા ૨૦-૨-૨૦૧૬ ના દિવસે પૂરી થઇ ગયેલ છે. જેના લીધે વકફની દરેક પ્રકારની કામગીરી કરવામાં તકલીફો પડે છે. વકફ બોર્ડના સભ્યોની નિમણુક કરવા રાજ્ય સરકારને વારંવાર રજુઆતો અને નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ ૧૬-૬-૨૦૧૭ ના રોજ વકફ બોર્ડના નવા સભ્યો તારીખ ૩૧-૧૦-૨૦૧૭ સુધી નિયુક્ત કરવા રાજ્ય સરકારને હુકમ કરેલ છે. તેમ છતાં રાજ્ય સરક...